કરણપરામાં શ્રીલંકા પ્રિમીયર લીગની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો ઈસમ પકડાયો

કરણપરા મેઇન રોડ પરમ ટેડ્રસ નામની દુકાનની સામે રોડ ઉપર જાહેરમાં શ્રીલંકા પ્રિમીયર લીગની જાફના કિંગ વિરુધ્ધ ગેલે ગેલડીટીર્સ વચ્ચે ટી-ટવેન્ટી મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું ક્રાઇમ બ્રાંચના જયદીપસિંહ બોરાણાને મળતા દરોડો પાડી નાસ્તાની લારી ધરાવતા આનંદ ભરતભાઇ કારીયાને ઝડપી મોબાઈલ તપાસતા તેના મોબાઇલમાં એક એપ્લીકેશન હતી અને તેમાં આઇટી બનાવી મેસેજ કરી લાઈવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું તેથી તેની પાસેથી રોકડા રૂ. ૪ હજાર અને મોબાઈલ સહિત રૂ. ૧૪ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે હાલ ક્રાઇમબ્રાંચના એએસઆઈ રાજદીપસિંહ ગોહિલ વધુ કાર્યવાહી ચલાવી રહ્યા છે.