ધોડાવદરી ગામે જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા

ગારીયાધારા તાલુકાનાં ધોડાવદરી ગામે પ્રાથમિક શાળા પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા ધોડાવદરી અને ગારીયાધારના ૯ શખ્સોને પોલીસે દરોડો પાડી રોક્ડ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડ્યા હતા. બનાવની વિગત અનુસાર ગારીયાધારા પોલીસના જવાનો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે ગારીયાધારા તાલુકાનાં ધોડાવદરીગામે પ્રાથમિક શાળાની પાછળની ખુલ્લી જગ્યામાં લોકો જુગાર રમી રહ્યા છે. હકીકત મળતા નુરૂ અબ્દુલાભાઈ ડાસર, ઉમર હસુભાઈ દલ, અબ્દુલ યુનુસભાઇ બેલીમ, બાબુ ઓધડભાઈ ટોટા, શબ્બીર ઈસ્માઈલભાઈ બુકાની અટક કરી હતી. રમેશ શામજીભાઇ લુણસરિયા, દેવજી સુખાભાઇ લોડીયા, વિરજી રાવજીભાઈ પરમાર, દિનેશ દાઉદભાઈ બુકેરા આ બધા મિલકતોમાંથી રોકડ અને જુગાર સાહિત્ય જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.