મહેશ્વરીનગરમાં થયેલ ચોરી બાબતે ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશન ગયેલ ત્યારે ગોપાલ મહેશ્વરી નામના એ.એસ.આઇ જણાવેલ કે ” મને સાહેબ કહીને બોલાવવાનું અને મને કોઈ પણ જાતની ઓળખાણ આપવી નહિ અને પોલીસ સ્ટેશનમાં પગ મુકવો નહિ ” આવું ઓરમાયું વર્તન એક એ.એસ.આઇ દ્વારા કરવામાં આવ્યું. ગાંધીધામ “એ” ડિવિઝનના પી.આઈ.શ્રીની સારી કામગીરી પર આ એ.એસ.આઇ એક દાગ જેવું છે.પોલીસ સ્ટેશન જનતા માટે જ છે તો પછી આવા એ.એસ.આઇને શું અધિકાર છે કે આ જનતા પોલીસ સ્ટેશનમાં આવાની મનાઈ કરે છે ? આ સમગ્ર બાબતે પૂર્વ કચ્છ એસ.પી.કન્ટ્રોલ તેમજ સરહદ રેન્જ આઈ.જી.શ્રીના કન્ટ્રોલમાં જાણ કરેલી પણ હવે જોવાનું રહ્યું કે આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી પોલીસ ખાતું પોતાના કર્મીઓના કુંવર્તન સામે આંખ આડા કાન કરશે ?રિપોર્ટ બાય – રમેશ મહેશ્વરી,ગાંધીધામ