કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ટ્રેન પર પથ્થર ફેકનાર શખ્સની ધરપકડ કરવામાં આવી .

ગાંધીધામ ,તા. ૧૯ : શહેરના રેલ્વે યાર્ડમાં એ.સી સુપર ફાસ્ટ ટ્રેન ઉપર પથ્થર ફેકી કાચ તોડી નાખનાર શખ્સની રેલ્વે પોલીસે અટક કરી હતી. ભુજ -બાંદ્રા એસી સુપરફાસ્ટ ટ્રેન ભુજથી ઉપડ્યા બાદ ગાંધીધામ આવી પહોચી હતી. દરમ્યાન મુસાફરોથી ભરેલી આ ટ્રેન યાર્ડમાં જતાં મચ્છુનગરના વિજય જીવા જાદવ નામના શખ્સે આ ટ્રેન ઉપર પથ્થર ફેકયા હતા. જેમાં આ ટ્રેનના બે કાચ તૂટી ગયા હતા. અંદર રહેલા કોઈ પણ મુસાફરોને ઇજાઓ પોચી ના હતી. આ શખ્સની રેલ્વે પોલીસે ધરપકડ કરી તેણે આ કાર્ય શા માટે કર્યું તેની તપાસ હાથ ધરવામાં આવી હતી .

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *