ઓલ ઈન્ડિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે ધો. ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું .
શિક્ષણ એ જીવનમાં અગત્યનો ભાગ ભજવી શકે છે. તો શિક્ષિત વ્યક્તિ જ ઉજજવળ ભારતનું નિર્માણ કરી શકે છે તેવું ભુજ ખાતે રાહુલ ગાંધીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપ કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે યોજાયેલા ધોરણ ૧૦ થી ૧૨ ના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં પ્રોસંગોચિત ઉદ્દબોધન કરતાં પક્ષ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી એ જણાવ્યુ હતું . વધુમાં તેમણે સન્માન થકી વિધ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓ વધુ મહેનત સાથે આગળ વધીને આથી પણ સારું પરિણામ મેળવા પ્રેરાય તેવા હેતુસર યુવાનોના આઈકોન રાહુલ ગાંધીના જન્મદિને ૪૦૦ થી વધુ વિધ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવ્યા છે, ત્યારે આગળ ઉપર પણ વિધ્યાર્થીઓ આજરીતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તેવી શીખ આપી હતી. ત્યારે આર. એલ.આહીર, અલ્પેશ દરજી ,સહદેવસિંહ જાડેજા. મુસ્તાકા સોઢા, વિપુલસિંહ જાડેજા, ઉમરભાઈ સમા, વિજયસિંહ જાડેજા ,હનીફ જત, અકીલ સમા , રવિ ડાંગર ,રમેશ ગરવા ,અશરફ સૈયદ ,રફીક મારા ,આદિલ સમા, માનશી શાહ , પુષ્પાબેન વાઘેલા, હરેશ આહિર , દશરથસિંહ ખાગોરત, ઇલિયાસ ધાંચી તથા અંજલિ ગોર સહિત તમામ સાથે કાર્યકરો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, કાર્યક્રમનું સફળ સંચાલન યૂથ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય હઠુભા જાડેજા તથા આભારવિધિ મહામંત્રી વિક્રમસિંહ જાડેજાએ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.