કચ્છમાં જુદીજુદી જગ્યાએ કેફી પીણું પીધેલી હાલતમાં શખ્સો ઝડપાયા.

તા. ૧૯/૦૬/૨૦૧૮: નો બનાવ.

ભુજ મીરજાપર ત્રણ રસ્તા પાસે નવીન વીરજીભાઇ લિંબાણી ( રહે, દહીંસરા ભાદરવાળી કુમાર શાળાની પાછળ ) એ ગે. કા. વગર પાસ પરમિટે જાહેર જગ્યામાં કેફિપીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો અને લથડિયા ખાતો મળી આવી ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. આવી અનેક જગ્યા દારૂના નશામાં ચકચૂર શખ્સો ની ધરપકડ થઈ હતી.

ભુજ તાલુકાનાં દેસલસર તળાવ ખાદી ભંડાર વિસ્તારમાં સકિયા વામન મરાઠી (ઉ.વ.૩૪) એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરેલ હતી.

જ્યારે મુન્દ્રા તાલુકાનાં આદર્શ ટાવર પાસે પણ આકાશ ધનજી ઠાકોર( ઉ.વ.૧૯)એ જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ છે.

ભુજ તાલુકાનાં કુકમાં ગામે મહેશ્વરી વાસમાં દેવેન્દ્ર ઉર્ફે અર્જુન શુકરમ રાજપુત (ઉ.વ.૨૮)જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં પધ્ધર પોલીસ દ્વારા મળી આવી ગુનો કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *