આણંદમાં મકાનના ધાબા પર જુગાર રમતા 7 ઇસમો પકડાયા

આણંદ શહેરમાં કપાસીયા બજાર વિસ્તારમાં બંધ મકાનના ધાબા પર જુગાર રમતા સાત ઇસમોને પોલીસે રૂપિયા 48,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી તજવીજ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તિ માહિતી મુજબ આણંદ શહેરમાં કપાસીયા બજારમાં આવેલા એક બંધ મકાનના ધાબા ઉપર કેટલાક ઇસમો ભેગા મળીને પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ શહેર પોલીસે બંધ મકાનનાં ધાબા પર દરોડો પાડી જુગાર રમતા ભરત નરસી સોલંકી, શના મંગળ, વિનોદ બાબુ, પ્રહલાદ નરસી, રતિલાલ કાળીદાસ, સુનિલ શના વસાવા અને યોગેશ અરવિંદ (તમામ રહે. આણંદ)ને પકડી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને બાઈક મળી કુલ રૂપિયા 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.