માળિયામાંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઈસમ પકડાયો

માળિયાના ભટ્ટીની વાંઢ વિસ્તારમાં જવાના રસ્તે ગેરકાયેદસર સિંગલ બેરલ દેશી તમંચા સાથે એક ઈસમને માળિયા પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી અતુલ કુમાર બંસલ તથા ઇન્ચાર્જ સીપીઆઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન એચ ચુડાસમાની સુચનાથી પોલીસ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા તથા સંજયભાઈ રાઠોડને બાતમી મળી હતી કે માળીયાની ભટ્ટીની વાંઢમાં વાડા વિસ્તાર જવાના કાચા રસ્તે એક ઈસા બંદુક સાથે હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી આરોપી અલ્લારખા તૈયબભાઈ ભટ્ટીને ગેરકાયદેસર સિંગલ બેરલની હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે. માળિયા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરેલ છે.