ટંકારા નજીકથી રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષામાં વિદેશી શરાબની હેરાફેરી કરતા બે ઈસમોને પકડી પાડી તમામ મુદામાલ જપ્ત કરી ધોરણસરની તજવીજ પોલીસે હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા,ડીવાયએસપી અતુલકુમાર બંસલ અને સીપીઆઈ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ એમ રાણાની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીએનજી રીક્ષા જીજે ૦૩ બિયું ૨૩૦૧ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી તેમાંથી વિદેશી દારૂનો જથ્થો વિદેશી શરાબની બોટલ કુલ નંગ-૮૬ કિંમત રૂ.૨૬,૬૦૦ સાથે સી એન જી રીક્ષા કીમત રૂ.૩૫,૦૦૦ સાથે ઈસમ તેજસ ઉર્ફે લાલો જયંતીલાલ જીવરાજાણી રહે-ગાંધીધામ રાજકોટ અને ઋત્વિક ચંદ્રેશભાઈ ધધડા રહે-જંગલેસ્વર રાજકોટ વાળાને પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.