ચકમપર ગામ પાસેથી 850 લીટર દેશી દારૂ સાથે 4 ઇસમો ઝડપાયા

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે ચકમપર ગામ પાસે વોંચ ગોઠવી ઇક્કો કારમાં દેશી દારૂનો હેરફેર કરતા ચાર શખ્સોને 850 લીટર દેશી દારૂ સાથે પકડી પાડી રૂ.1,67,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેશરની તપાસ હાથ ધરી છે. બોટાદ પોલીસ સ્ટાફનાં ઋષિરાજસિંહ ગોહિલ, અરવિંદભાઈ મકવાણા, અશોકભાઈ બાવળીયામાં રાત્રિના અરસામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બરવાળાથી ઇક્કો ગાડીમાં દેશી દારૂ ચકમપર ગામની સીમમાં લઇ જવાનો છે. ચેકિંગ દરમિયાન પાટણા ગામ તરફથી આવતી સફેદ કલરની ઇક્કો ગાડીને ઉભી રખાવી ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 850 લીટર દેશી દારૂ કી.રૂ.17,000 મળી આવ્યો હતો. પોલીસે અશોક સામજી મેણીયા, મહેન્દ્ર વીનું ગોરાસવા રહે.ચોકડી, જીગ્નેશ અશોક ગોરાસવા અને પિન્ટુ રસિક ગોરાસવાને પકડી પાડ્યા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.