ભીમાસર ખેડુકા વચ્ચે 20 હજારના કેબલની તસ્કરી

રાપર તાલુકાના ભીમાસર ખેડુકા વચ્ચે આવેલા એલ.એન્ડ ટી. કંપનીના લાકડિયા બનાસકાંઠા ટ્રાન્સમિશન લાઈનના લોકેશનમાં તસ્કરીનો બનાવ મોડી રાત્રિથી ‘સવારના અરસામાં બન્યો હતો. તસ્કરો સાઈટ ઉપર પડેલા એલ્યુમિનિયમ વાયરના 36 નંગ ટુકડા તસ્કરી કરી લઈ ગયા હતા. સાઈટ ઉપર ફરજ બજાવતા ચોકીદારને રાત્રિના ત્રણ વાગ્યા બાદ ઊંઘ આવી ગઈ હતી. તેનો લાભ લઈને તસ્કરો કળા કરી ગયા હતા. ચોકીદાર સવારના અરસામાં ઊઠતાં તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે અંકીતકુમાર રાજકુમાર સુમને આડેસર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં વિનશ લાઈફ નગરમાં આવેલા ભંગારના વાડામાં તસ્કરોએ ગત સાંજથી સવારના અરસામાં તસ્કરીના બનાવને અંજામ આપ્યો હતો. કોઈ ચોર હરામખોરોએ વાડામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને 17,000ની કિંમતના લોખંડના પાંચ નંગ પટ્ટા, 3,000ની કિંમતના લોખંડના વ્હીલ પાના અને લોખંડના ભંગારના ટુકડા સહિતની માલ મતાની તસ્કરી કરી લઈ ગયા હતા. આશિષ હરિલાલ વાઘમશીની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.