ભુજ શહેરમાં મિત્રને માર મારતા યુવકે બચાવ્યો તો માથામાં લોખંડના પાઇપ વડે ફટકાર્યો

ભુજ શહેરના કેમ્પ એરિયામાં ડી.પી. ચોક મધ્યે બે મિત્રો બેઠા હતા. ત્યારે બે શખ્સો આવી એક સામે મગજમારી કરી માર મારતા હતા. ત્યારે બીજા મિત્રએ બચાવતા તેને માથામાં પાઇપ ફટકાર્યો હતો. ઇજાગ્રસ્તને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા. બંને યુવકો સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઇરફાન યાકુબ માંજોઠી (રહે. ડી.પી.ચોક,કેમ્પ એરીયા)વાળાએ પ્રેમજી ચારણ અને અન્ય અજાણ્યા યુવક સામે ફરિયાદ લખાવી હતી. ફરિયાદી પોતાના મિત્ર વિજય સાથે ઘર પાસે બેઠો હતો. ત્યારે પ્રેમજી અને અન્ય એક યુવાન આવી તેને માર મારવા લાગ્યા હતા. જેથી તેણે બચાવવાનો કોશીશ કરતા પ્રેમજીએ માથામાં પાઇપ ફટકાર્યો હતો. ઇજાગ્રસ્તને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા. બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.