ટુંડેલમાં 81 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા 7 ઇસમો પકડાયા

નડિયાદ વસો પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પીજ ચોકડી તરફ આવતા કોન્સ્ટેબલ પ્રકાશ કુમારને બાતમી મળી હતી કે પીજ ગામના જૈમીનભાઈ રમેશભાઈ પટેલની તમાકુની ખરી પાછળ આવેલ રેલ્વે ટ્રેક પાસે બળદેવભાઈ પોપટભાઈ ગોહેલ, રહે. ટુંડેલ નાઓ બહારથી જુગારીયા બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં મિતેશ કુમાર ઉર્ફો મોન્ટુ રાજપુત, વિષ્ણુ ગોહેલ, વકીલકુમાર વાઘેલા, સુરેશભાઈ ચેલાજી મારવાડી, ઉમંગ કુમાર ઉર્ફે મંગો, મેકવાન, દિનેશભાઈ રાવળ, અને બળદેવભાઈ ગોહેલ જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. તેઓની અંગઝડતીમાંથી રૂ.9,550 રોકડા રૂ.10,320 અને દાવ પર મુકેલ રૂ.770, એક્ટિવા રૂ.25 હજાર, મો.સા. રૂ.25 હજાર, સહિત કુલ રૂ.81,320 નો મુદ્દામાલ પકડી સાતેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.