મોરબીના જેતપર રોડ પર ડમ્પરે બાઈકને હડફેટે લેતા આધેડનું મૃત્યુ

મોરબીના જેતપર રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત થયું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબીના ધુટુ રોડ પર હરિઓમ પાર્ક સોસાયટીમાં બેચરભાઈ કાનજીભાઈ રાજપરા (ઉ.૩૨) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે કે તેના કૌટુંબિકભાઈ નરેન્દ્રભાઈ ઇસ્વરભાઈ રાજપરા (ઉ.૪૬) પોતાનું મોટર સાઇકલ જીજે ૩૬ સી ૯૭૩૩ લઈને પોતાના ઘરેથી એબીસી સિરામિક ખાતે જતા હોય દરમિયાન જેતપર રોડ પર સનફેમ સિરામિક નજીક ડમ્પર જીજે ૩૬ ટી ૭૦૭૩ ના ચાલકે તેનું ડમ્પર પુરઝડપે ચલાવીને નરેન્દ્રભાઈને હડફેટે લઇ અકસ્માત કરી ડમ્પરના ખાલી સાઈડના પાછળના ટાયરનો જોટો માથે ફેરવી દઈ શરીરે ઈજા કરી ડમ્પર મૂકી નાસી ગયો હોવાની ફરિયાદ લખાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.