કણકોટના માર્ગ પરથી દેશી બંદુક સાથે 1 ઈસમ પકડાયો

લીલીયા તાલુકાના કણકોટ ગામ તરફ જવાના માર્ગ પર એક ઈસમ બંદુક સાથે ઉભો હોવાની બાતમી મળતા એસઓેજી પોલીસે અહી દોડી જઇ આ ઈસમને દેશી જામગરી બંદુક સાથે પકડી પાડ્યો હતો. કણકોટ તરફના માર્ગ પર લીમડા પાસે એક ઈસમ હથિયાર સાથે ઉભો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. એસઓજી  પોલીસે અહી દોડી જઇ આ ઈસમને ઝડપી પાડીને પુછપરછ હાથ ધરી હતી. આ ઇસમે અમરેલીમા મોટા કસબાવાડમા રહેતો નદીમ ગફારભાઇ બેલીમ (ઉ.વ.34) હોવાનુ તેમણે જણાવ્યું હતુ.પોલીસે તેની પાસેથી દેશી જામગરી બંદુક જપ્ત કરી લીધી હતી. આ ઇસમે હથિયાર કોની પાસેથી મેળવ્યુ અને તેનો શું ઉપયોગ કરવાનો હતો વગેરે બાબતે પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પોલીસે અહીથી રૂપિયા 500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એલ.મકવાણા ચલાવી રહ્યાં છે.