આધોઈ ગામ પાસે કારની ટક્કરે બાઇક સવાર ઘાયલ

bike  and car

copy image

ભચાઉ તાલુકાનાં આધોઈ ગામે પાસે કારની ઠોકર લગતા બાઇક સવારને ફેકચર સહિતની ઇજા થઈ હોવાની ફરિયા સામખીયાળી પોલીસ સ્ટેશને લખાવાઇ છે. અધોઈ રહેતા ફોટોગ્રાફર કમલેશભાઈ અજિતભાઈ ભટ્ટ પોતાના વેવાઈ ધનજીભાઇ બારોટ રાપરથી આધોઈ આવતા હોઈ તેમને બાઇક પર લઈ સામખીયાળીથી આધોઈ આવી રહ્યા હતા. ત્યારે આધોઈ પાસે પાછળથી પુરપાટ આવેલી કારના ચાલકે બાઈકમાં ઠોકર મારતા પાછળ બેઠેલા ધનજીભાઈ ફેકચર જેવી ઇજાઓ થતી હતી અને બાઈકમાં પણ નુકશાન પહોચી હોવાની ફરિયાદ કમલેશભાઈએ સામખીયાળી પોલીસ સ્ટેશને લખાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.