ભુજ તાલુકાનાં સુરજપર ખાતે તા. 23/1/2022 રવિવારના રોજ મહિલા બોક્સ ક્રિકેટનો આયોજન કરવામાં આવ્યું

ભુજ તાલુકાના સુરજપર ખાતે તા 23/1 ના રોજ રવિવારે મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આઓજન કરવામાં આવ્યું હતું. જેમાં કેરા બળદીયા સુરજપર અને માધાપરની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં કેરા અને સુરજપરની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો જામ્યો હતો. તેમાં સુરજપરની ટીમનો 1 વીકેટથી વિજય થયો હતો. જેમાં મેજીક બોક્સના વિનર તરીકે કેરાની અંસીકા રાબડિયા અને પ્રિયાંસી ભુવા રહી હતી. જેમાં કેરાની ટીમને ટીશર્ટ અને કપ HJD કોલેજના ચેરમેન દો જગદીશ હાલાઈ તરફથી આપવામાં આવ્યા હતા. જેમાં પુર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર ટીમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.