અધિકારોની લડાઇમાં કેજરીવાલની જીત

નવી દિલ્હીઃ દિલ્હીમાં અસલમાં સત્તા કોની પાસે છે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલની પાસે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાસે? આ મુદ્દે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉપરાજ્યપાલ પોતાની મરજીથી નિર્ણય નથી લઇ શકતાં. એટલે કે અધિકારોની લડાઇમાં ચૂંટાયેલી કેજરીવાલ સરકારની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે અધિકારોની લડાઇના મુદ્દે સુનાવણી કરતાં કહ્યું કે, ઉપરાજ્યપાલ મંત્રીઓની સલાહથી જ કામ કરી શકે છે. તેમને પોતાની જાતે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકારી નથી. કોર્ટે એ પણ કહ્યું કે, દિલ્હીની સ્થિતિ અન્ય રાજ્યોથી અલગ છે. Supreme court verdict on AAP vs LG power tussle in delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *