રાષ્ટ્રીયકક્ષાની ધરોધર ધરાવતા સરહદી ઘોર ઉપેક્ષા.
ગુજરાતના કદાચ સૌથી વિશાળ કિલ્લા સહિતની ભરપૂર ઐતિહાસિક ધરોહર ધરાવતા લખપત ગામને રાષ્ટ્રીય કક્ષાએ પ્રવાસન સ્થળ તરીકે સ્થાન અપાવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ હતી. તેના દ્વારા વિકાસથી વંચિત આ વિસ્તારના લોકો માટે રોજગારીના દ્વાર પણ ખુલશે. હાલમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસની જાહેરાત કરાયા પછી કામગીરી ન કરાતા જાહેરાતો પોકળી સાબિત થઈ હોય તેવું ચિત્ર ઊભું થયું હતું. કચ્છના પશ્ચિમ છેવાડે આવેલું લખપત ઐતિહાસિક અને વર્ષો જૂનું ગામ છે. તેનો પ્રવાસનક્ષેત્રે વિકાસ કરવાના ઉજળા સંજોગો રહેલા છે.કચ્છમાં અમિતાભ બચ્ચનને બોલાવીને સરકારે જેમ સફેદરણનું શૂટિંગ કરાવી પ્રચાર-પ્રસાર કર્યો હતો, તે રીતેજ લખપતના કિલ્લા સહિતના સ્થળોને ઉજાગર કરવા માંગણી કરાઇ છે. જેથી અહીના વિસ્તારના લોકો માટે રોજગારીના દ્વાર ખૂલી શકે તેમજ સરકારને પણ આવક થસે. હાલમાં ઇન્ટરનેટ પર લખપત ગામ વિશે મર્યાદિત જાણકારી ઉબલબ્ધ છે. ઘણા પ્રવાસીઓ હાલ ઐતિહાસિક ગામની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ પ્રવાહને સફેદરણથી લખપત તરફ વાળવા સરકારે ત્વરાએ કામગીરી કરાવી જોઇએ. લખપત ગામમાં વિશાળ ઐતિહાસિક કિલ્લો છે જે ૭ કિમી ની ત્રિજ્યામાં ફેલાયેલો છે. આ કિલ્લો ગુજરાતનો સૌથી મોટો કિલ્લો મનાય છે. ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર અને સીદી સૈયદની ઝાળીની જેમ લખપતમાં આવેલા શાહ અબતૂરાબ અને ગૌષ મોહમ્મદના મકબરા, ઐતિહાસિક ગુરુદ્વારા, જોગેશ્વર મહાદેવ મંદિર વગેરે ઐતિહાસિક પ્રવાસન જગ્યાઓ આવેલી છે. ત્યારે ઇતિહાસવિદ ઓસમાણ નોતિયારે રજૂઆત કરીને સરકાર સમક્ષ માંગણી કરી છે કે, જાણીતા એક્ટર દ્વારા ગુજરાત સરકાર લખપતનું શુટિંગ કરાવી એડ ફિલ્મ બનાવી રાષ્ટ્રીય કક્ષાએ પ્રસારિત કરાવે તો લખપતનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ સકે તેમ છે. તેમજ હજારો લોકોને રોજગારી મળશે. લખપતની સાથે આ જાહેરતમાં દેશ દેવી માં આશાપુરા માતાજી ,પ્રાચીન નારાયણ સરોવર ,કોટેશ્વર મહાદેવ, સિયોતની બૌધ્ધ ગુફાઓને પણ સમાવીષ્ઠ કરી પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી શકાય છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.