ભુજમાં ઉછીના આપેલા રૂપિયા પાછા ન મળતા જાત જલાવનાર શખ્સે દમ તોડ્યો.

ભુજના અંજલિનગરમાં રહેતા યુવકે મિત્રને અન્ય પાસેથી ઉછીના રૂપિયા અપાવ્યા પછી મિત્રએ રૂપિયા પાછા ન આપતા યુવકે સોમવારે સવારે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનની કોશિશ કરી હતી જેનું હોસ્પીટલમાં મૃત્યુ નીપજયું હતું. સુરલભીટ રોડ પરના અંજલિ નગરમાં રહેતા ઈસ્માઈલ કાસમ નોડે (ઉ.વ. ૩૫ )ગત સોમવારે સવારે તેના મિત્ર દયાલ ગોસ્વામી અને વિનોદ ગોસ્વામીના ઘરે ચાંદ ચોકની બાજુમાં સોની કંસારાવાડીમાં ગયો હતો. અને આ બંને ભાઈઓએ અન્ય પાસેથી ઉછીના અપાવેલા રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે આ બંને ભાઈઓએ રૂપિયા આપવાની ના કહેતા ઈસ્માઈલ પોતાની સાથે લઈ આવેલ પેટ્રોલ ડબલો પોતાના શરીર પર રેડી અને આત્મવિલોપન કોશિશ કરી હતી. જેને કારણે તે ગંભીર રીતે દાઝી ગયા હતા. જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ઈસ્માઈલ મૃત્યુ થયું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.