નખત્રાણાના બે ભાઇના બંધ ઘરમાંથી 1.24 લાખની તસ્કરી

મહેસાણા તાલુકાના દેવરાસણ ગામેથી લગ્ન પ્રસંગે નખત્રાણા ખાતે પુત્રના ઘરે આવેલા બે સગા ભાઇઓના બંધ ઘરના તાળા તોડીને તસ્કરો 1 લાખ 22 હજારના સોના ચાંદીના દાગીના અને બે હજારની રોકડ મળીને કુલ 1 લાખ 24 હજારનો મુદામાલની તસ્કરી કરી જવાની ઘટના સામે આવતાં મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરીનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે. દેવરાસણ ગામના અમરસિંહ ઈશ્વરદાન ગઢવી એક મહિનાથી દીકરાના ઘરે નખત્રાણા ગયેલા હતા અને તેમના ભાઇ રામસિંહભાઇ ગઢવી મહેસાણા ખાતે રહે છે. તેમના પાડોશીએ ફોન કરીને તેમનું અને તેમના ભાઈનાં ઘરનાં તાળાં તૂટેલાં હોવાની જાણ કરી હતી. તેથી તેમણે ઘરે આવીને તપાસ કરતાં બંને ઘરમાંથી રૂપિયા.1 લાખ 22 હજારના સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 2 હજારની રોકડ રકમ મળી કુલ 1 લાખ 24 હજારની મતા તસ્કરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે અજાણ્યા ઇસમો વિરૂધ ફરિયાદ લખાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.