જંગલેશ્વરમાં વર્લીફીચરના જુગાર રમાડતા બે ઇસમો પકડાયા

રાજકોટ,જંગલેશ્વરરના કનૈયાચોકમાં જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમાડતા બે ઇસમોને રૂ.5 હજારની રોકડ સાથે ભકિતનગર પોલીસે ઝડપી લીધા હતા. જયારે રમાબેન ઉર્ફે રહેમત ફરાર થતાં તેની તજવીજ હાથ ધરી હતી. દરોડાની વધુ વિગત મુજબ ભકિતનગર પોલીસ સ્ટેશનના એ.એમ.આઈ.એફ.આઈ.શેખ અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જંગલેશ્ર્વરમાં આવેલ કનૈયા ચોકમાં જાહેરમાં વર્લીફીચરના આંકડા લઈ જુગાર રમાડતા જયેશ કીશન મારૂ (ઉ.વ.44) (રહે.રામનાથપરા શેરીનં.4)અને ધીરેન પોપટ રાણપરા (ઉ.વ.61) (રહે.દેવપરા વિવેકાનંદ સોસાયટી શેરીનં.7)ને રૂ.5 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં. જયારે વર્લીફીચરના જુગાર બંન્ને આરોપી સાથે જુગાર રમાડતી રમાબેન ઉર્ફે રહેમત જાવીદ સંધી (રહે.જંગલેશ્ર્વર, ડુસેની ચોક) ફરાર થતાં પોલીસે તેની તજવીજ હાથ ધરી હતી.