માળિયાના રેલ્વે સ્ટેશન રોડ પરથી ગેરકાયદેસર દેશી તમંચો-જીવતા કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપી પડાયો

માળિયાના નવા રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસ ટીમે એક ઈસમને પકડી પાડીને ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો તમંચો અને એક જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યો છે. જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નવા રેલ્વે સ્ટેશન રોડ પરથી આરોપી તાજમહમદ ઉર્ફે તાજું કરીમભાઈ સંઘવાણી (ઉ.વ.૩૫) વાળા શખ્સને પકડી પાડીને દેશી તમંચો કિંમત રૂ.૫,૦૦૦ અને એક જીવતો કાર્ટીસ કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી.