મોરબીના શનાળા રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ સાગરીતો પકડાયા

મોરબી શહેરના શનાળા રોડ પર જાહેરમાં ગંજી પાનાં જુગાર રમતા ૩ સાગરીતોને પોલીસે પકડી પાડીને રોકડ રકમ કબ્જે કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે શનાળા રોડ પર સ્વામીનારાયણ ગેઇટ વાળી શેરીમાં જુગારની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા અલારખા હુશેન અલાસીયા, દિલીપ અમરશીભાઈ જાદવ અને ઓસમાણ હુશેન લોલાડીયા રહે ત્રણેય મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ.૧૨,૭૪૦ કબ્જે કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.