આદિપુરમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમની અટક

આદિપુરના મદનસિંહ સર્કલ નજીક જાહેરમાં ક્રિકેટ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. આ ઈસમ પાસેથી રોકડ રૂ.12,800 કબ્જે કરાયા હતા. આદિપુરની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન મદનસિંહ સર્કલ પાસે એક ઈસમ મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ત્યાં જઇ બાતમીવાળા ઈસમને ઝડપી લીધો હતો. અંજારના ગાંધી ફળિયામાં રહેનાર આ આશિષ ભગવાનજી મીરાણી (ઠક્કર) નામના ઈસમને પકડી લેવાયા બાદ તેના મોબાઇલની તલાશી લેવામાં આવી હતી. આ ઇસમે પોતાના મોબાઇલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમાં આઇ.ડી. મેળવી લીધી હતી અને બાદમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વન-ડે ક્રિકેટ ઉપર પોતાના ગ્રાહકોને સટ્ટો રમાડતો હતો. આ ઈસમ પાસેથી રોકડ રૂ.12,800 તથા મોબાઇલ એમ કુલ રૂ.22,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.