મોરબીમાં નાની બજારમાંથી બીયરના ૪ ટીન સાથે ૧ ઝડપાયો : બીજાની શોધખોળ

મોરબી શહેરની નાની બજારમાંથી સિટી એ ડિવિઝન પોલીસ એક ઈસમને બીયરના ૪ ટીન સાથે ઝડપી પાડી તેમણે આપનાર ઈસમની શોધખોળ આદરી છે. નાની બજારના રોડ પરથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે કિશન દિલીપ કાનાબાર નામના ઈસમને રૂ.૪૦૦ ની કિમતના બીયરના ૪ ટીન સાથે ઝડપી લીધો હતો. પો.કો.આશિફભાઈ રાઉમાની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન કિશનની પૂછપરછ વચ્ચે તેમણે બીયરના ટીન સામાકાંઠાના કાંતિનગરમાં રહેતા વસીમ પલેજા પાસેથી લીધા હોવાનું કબૂલતા પોલીસ તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.