રાંધેજાના માંડવી ચકલા પાસે જુગાર રમતાં 14 શખ્સો પકડાયા

ગાંધીનગર, રાંધેજા ગામમા આવેલા માંડવી ચકલા પાસેથી જુગાર રમતા 14 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પેથાપુર પોલીસની ટીમ રાંધેજા ચોકડી પાસે આવેલી ચોકીમા હાજર હતી. તે દરમિયાન બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેને લઇને પોલીસે સ્થળ ઉપર પહોંચી 14 જુગારીઓને 29 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડીને તપાસ હાથ ધરી હતી. પેથાપુર પોલીસને બાતમી મળી હતી કે, રાંધેજા ગામમા આવેલા માંડવી ચકલા પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેને લઇને પોલીસે દરોડો પાડતા 14 લોકોનો જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા હતા. જેમા પુનમ વરવા રાવળ, આરીફસા અકબરસા દિવાન, રણજીત છના ઠાકોર, ભરત ગાંડા ઠાકોર, ગાભા જોઇતા ઠાકોર, રમેશ જીવણ ઠાકોર, મહેશ કનુ પટેલ, જગદીશ પ્રતાપ ઠાકોર, સંજય શકરા ઠાકોર, મહેશ બચુ ઠાકોર, વિક્રમ ગોપાળ ઠાકોર, નરેશ કાળા ઠાકોર, પ્રકાશ પ્રતાપ ઠાકોર અને કનુ અમા ઠાકોરને જુગાર રમતા પકડી લીધા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ પાસેથી દાવમા લગાવેલા રૂપિયા સહિત 29,080 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.