કચ્છ જિલ્લાના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ

  તા.૨૯/૦૩/૨૦૨૨ના કચ્છ જિલ્લાના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧૦, ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવી હતી .

        જેમાં પી.એમ.પોષણ યોજના(મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ ૧૦ માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધેલ. આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે અર્ચનાબેન સંજીવ મહેતા(ભીમરાવનગર પ્રાથમિક શાળા નં-૧૫, ભુજ), દ્વિતીય ક્રમના વિજેતા જાદવ વૈશાલી રમેશ (કેન્દ્ર નં :-૦૩ તાલુકા પ્રાથમિક શાળા, મુન્દ્રા) અને તૃતીય ક્રમના બીનાબેન મનજીભાઇ મકવાણા (કેન્દ્ર નં :- ૬૨ ક્રિષ્નાનગર ચોબારી પ્રાથમિક શાળા, ભચાઉ) ને વિજેતા જાહેર કરવામાં આવેલ. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૫,૦૦૦ /-અને તૃતીય વિજેતાને રૂ.૩,૦૦૦/-ના ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ        

         આ કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન શ્રી કલ્પેશ.સી.કોરડીયા, નાયબ કલેકટરશ્રી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં વી.એચ.બારહટ, મામલતદારશ્રી-ભુજ, એન.વી.જોષી નાયબ મામલતદાર, શ્રી ટી.આર.દેસાઇ, નાયબ મામલતદાર, તેમજ સમગ્ર મધ્યાહન ભોજન ટીમ અને શાળાના આચાર્ય સહિતના કર્મચારીઓ હાજર રહેલ એમ કલ્પેશ.સી.કોરડીયા ઈન્ચાર્જ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે .