કંડલા સેઝની ચોરીના બનાવમાં નવ કુખ્યાત ઇસમો પોલીસના સકંજામાં

કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં તાજેતરમાં થયેલી રૂા. 7.91 લાખની મતાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાહીત ઈતિહાસ ધરાવતા 9 તસ્કરોને 2.99 લાખની કિંમતના ચોરાયેલ મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ કાસેઝની એસ.ડબલ્યુ. જી ન્યુટ્રા સ્યુટીક નામની કંપનીમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે જુદી-જુદી ટીમ બનાવી  હતી. અને હ્યુમન રીસોર્સના આધારે ઇસમો સુધી પહોંચી હતી. પોલીસે પકડેલા ઇસમો હાર્દિક રસીકલાલ ઠક્કર, અનવર અબ્દુલ ચાવડા, અબાસ સુલેમાન ઉંમર સોઢા, અલ્તાફ રમજાન કકલ, ઈમરાન નુરમામદ ચાવડા, ગફુર જાફર છુછીયા, મુસા નુરમામદ ચાવડા, સિકંદર સુલેમાન છૂછીયા, હનીફ હુશેન મંઢાને દબોચી લીધા હતા. ઇસમોના કબ્જામાંથી રૂ. 1.54 લાખની કિંમતના લા-વેહ ચોકલેટના 2 કીલોના 172 નંગ ડબ્બા, મોન્સટર લેબ્સ હેય પ્રોટીન ચોકલેટના કીલોના પ્લાસ્ટીકના 72 હજારની કિંમતના 48 નંગ પાઉચ, 45000ની કિંમતના ચોકલેટના 200 ડબ્બા, 27 હજારની કેપ્સુલના 120 નંગ નાના ડબ્બા સહીતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો. એક ઇસમ સામે ચાર ગુના, અન્ય એક  ઇસમ સામે બે અને અન્ય 7 ઇસમો સામે એક એક ગુના બી.ડીવીઝન પોલીસ મથકે નોંધાયા છે. ઇસમો કાસેઝની કંપની અને ગોધામોમાંથી ચોરીના બનાવને અંજામ આપતા હોવાનું પોલીસે કહ્યું હતું. પી. આઈ કે. પી. સાગઠીયાના માર્ગદર્શન તળે સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ