ભચાઉની સરસ્વતી સોસાયટીમાં રહેણાંક મકાનમાં ફ્રીજમાં શોક સર્કિટથી આગ ફાટી નીકળી

ભચાઉની સરસ્વતી સોસાયટીના મકાનમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ બે માળના મકાનના ઉપરના માળે હાઈ વોલ્ટેજ થતા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેને લઈ આગ લાગી ઉઠી હતી. આગના ધુમાડા આસપાસના લોકોને જોવા મળતા આગની ઘટના સામે આવી હતી. જેની જાણ સુધરાઈને કરવામાં આવતા ફાયર ફાઇટર વાહન બંધ હોવાથી ફાયરમેન પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર ફાયર સેફટી બોટલ સાથે પહોંચી જઇ પડોશીઓ સાથે આગ બુઝાવવા મદદરૂપ બન્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી.