રાપર સહિત વાગડ વિસ્તારમાં હિટવેવ ના લીધે બજાર સુમસામ

આજ થી રાજય મા ગરમી નો પારો ચડી રહ્યો છે ત્યારે કચ્છ સહિત પાંચ જિલ્લા મા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લા મા ચુમાલીસ ડીગ્રી તાપમાન વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર સૂમસામ ભાસ્તુ હતું શહેર ના સલારીનાકા થી ભુતિયા કોઠા માર્ગ ની બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો દિવસ ભર લોકો ની ચહલપહલ આ બજારમાં જોવા મળે છે ત્યારે આ વિસ્તારમાં ધંધા રોજગાર કરતા વેપારીઓ જણાવે છે કે સવારે આઠ થી એક વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તારોમાં થી લોકો ખરીદી કરવા માટે આવે છે બપોરે એક થી સાડા પાંચ સુધી બજારમાં ભાગ્યે જ લોકો જોવા મળે છે તો એસ.ટી બસ પાસે નો સ્ટેશન રોડ સુમસામ જોવા મળ્યો હતો સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર સન્નાટો છવાઈ ગયો હતો આમ લોકો એ ઘર મા રહેવા નું પસંદ કર્યું હતું તો ગરમી મા લોકો અને પશુ પક્ષીઓ પોતાના માટે છાંયડામાં રહેવા નું પસંદ કર્યું હતું આમ યલો એલર્ટ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથકે સન્નાટો વ્યાપી ગયો છે
રિપોર્ટ ભારતી માખીજાણી