મુન્દ્રાથી ચૌદ કિમીના અંતરે આવેલા વડાલા સ્થિત રેલવે ટ્રેક પાસેની બાવડની જાળીઓમાંથી મુંબઈગરા જૈન આધેડની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે બપોરે વડાલાથી એક કિમીના અંતરે આવેલા રેલવે ફાટક નજીક પાવડીયારા સીમની લગોલગ મુંબઈગરા જૈન મનોજ માવજી સતરા (ઉ.વ.56 રહે ડોમ્બીવલી -થાણા મૂળ વડાલા)નું છરી વડે કરપીણ હત્યા કરી ફેંકી દેવાયેલું શબ મળી આવતાં રસ્તેથી પસાર થતાં વાહન ચાલકોએ કોસ્ટલ પોલીસ મથકે જાણ કરી હતી. બનાવને પગલે તાત્કાલિક ધોરણે સ્થળ પર ઘસી ગયેલી મરીન પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ બનાવ સંબધિત તપાસ હાથ ધરતાં મોટી સંખ્યામાં ગ્રામજનોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. બનાવને પગલે મોડી સાંજે એસપી સૌરવસિંઘ સાથે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સમેત દોડી આવેલી ક્રાઇમ બ્રાન્ચ શાખા પણ સ્થળને કોર્ડન કરી તપાસમાં જોતરાઈ છે