પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોઘી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસીંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ જે અન્વયે પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદીનાઓ તથા પો.હેડ.કોન્સ.રવજીભાઇ બરાડીયાનાઓ સરકારી વાહનથી નાઇટ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન નવીનાળ – શીરાચા રોડથી ઉતરે નવીનાળ સીમ વિસ્તારમાં હાઇવે રોડથી આશરે ૧૦૦ મીટર જેટલુ દુર બાવળોની ઝાડીમાં વાહનની રેડીયમ લાઇટ ચમકતા અને કાચા રસ્તાથી વાહન પસાર થયેલાના ટાયરના તાજા નીશાનો જોવામાં આવતા જે જગ્યાએ જઇ તપાસ કરતાં ટેન્કર રજી નં . GJ 12 Z 3669 વાળામાંથી ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ ભરેલ પેટીઓ તથા બીયરના ટીનની પેટીઓ ભરેલ ટેન્કર મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ .
મુદામાલની વિગત
: ૧ ) ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની અલગ – અલગ બ્રાંડની બોટલો નંગ -૩૧૫૯ કિ.રૂ .૧૨,૦૯,૪૦૦ / ( ૨ ) બીયરના ટીન નંગ .૧૯૦૪ કિ.રૂ .૧,૯૦,૪૦૦ ( ૩ ) ટેન્કર નં . GJ 12 2 3669 વાળાની કી.રૂ .૧૫,૦૦,૦૦૦ / – તથા કુલ પ્રોહી મુદામાલ કી.રૂ. ૧૩,૯૯,૮૦૦ / – મળી કુલ્લ- રૂ -૨૮,૯૯,૮૦૦ /
આરોપીઓ
( ૧ ) ટેન્કર નં . GJ 12 7 3669 વાળીનો ચાલક ( ૨ ) ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ મંગાવનાર ઇસમો ( ૩ ) ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ સપ્લાય કરનાર ( વેચનાર ) ઇસમો તથા તપાસમા નીકળે તે ઇસમો
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ –
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદીનાઓ સાથે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ દીનેશભાઇ ભટટી તથા પો.હેડ.કોન્સ.રવજીભાઇ બરાડીયા તથા પો.હેડ.કોન્સ.મહિપતસિંહ વાઘેલા તથા પો.હેડ.કોન્સ.રાજદિપસિંહ ગોહિલ તથા પો.હેડ.કોન્સ.દર્શનભાઇ રાવલ તથા પો.હેડ.કોન્સ.વિષ્ણુભાઇ મુઢાતર તથા પો.કોન્સ.મથુરજી કુડેચા નાઓ જોડાયેલ હતા