“ ભુજ શહેર ‘ એ ’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ – ભૂજ ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહીલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી.ની એક ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે સચ્ચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે , યોગેશ ઉર્ફે યોગલો ગોસ્વામી , રહે.માધાપર , તા.ભુજ વાળો એક સફેદ કલરની બોલેરો કાર માં દારૂ ભરી સહયોગનગર ચાર રસ્તા તરફથી એરપોર્ટ રીંગ રોડ થઈ માધાપર તરફ જાય છે . જેથી તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની બોલેરો ગાડી આવતા પીછો કરી તાલુકા પોલીસ લાઈનની સામે રોડની સાઈડમાં ઉભી રખાવી ગાડીની ઝડતી તપાસ કરતા નીચે મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદામાલ મળી આવેલ .
ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત ( કિ.રૂ .૬૦,૬૦૦ / – )
રોયલ ચેલેન્જર કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચી સીલબંધ બોટલ નંગ – ૬૦. કી … ૩૧,૨૦૦ / . રોયલ બ્લેક ઓરેન્જ વોડકા ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૮૪ કી … ૨૯,૪૦૦ / *
અન્ય મુદામાલ
7 મોબાઇલ ફોન નંગ -૧ કી.ગ .૫,૦૦૦ / – બોલેરો જીપ રજી.નં. GJ – 12 – EE – 1730 કી.રૂ .૨,00,000 / *
પકડાયેલ આરોપી –
યોગેશગીરી ઉર્ફે યોગલો સાઓ પ્રતાપગીરી ગોસ્વામી , ઉ.વ .3 ર , રહેભવાની હોટલ પાછળ , મહાપ્રભુનગર , જુનાવાસ , માધાપર , તા.ભુજ

હાજર નહીં મળી આવેલ ઇસમ
ક્રિપાલસિંહ જાડેજા , રહે.રામવાવ.તા.ભચાઉ
એમ કુલ કિ.સ. ૨,૬૫,૬૦૦ / – ના પ્રોહી.ના મુદામાલ સાથે રેડ દરમ્યાન હાજર મળી આવેલ ઈસમ યોગેશગીરી ઉર્ફે યોગલો સ / ઓ પ્રતાપગીરી ગોસ્વામી , ઉ.વ .૩ ર , રહે.ભવાની હોટલ પાછળ મહાપ્રભુનગર જુનાવાસ , માધાપર , તા.ભુજ . તેમજ રેડ દરમ્યા હાજર નહી મળી આવેલ ઇસમ ક્રિપાલસિંહ જાડેજા , રહે.રામવાવ , તા , ભચાઉ બંન્ને વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવી.પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .