બાવળા બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત ૧ વ્યક્તિનુ મોત

આજરોજ તા. ૧૧/૦૫/૨૦૨૨ ના સવારના એક  કન્ટેનર ટ્રક પાછળ એક ઇકો કાર ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું બગોદરા પોલિસે ઘટના સ્થળે જઈ મૃતકની લાશને પી.એમમાં મોકલી આગળની તપાસ શરૂ કરી.

પ્રાપ્ત વિગતો અનુંસાર એક સિક્યુરીટી ગાર્ડની ફરીયાદના આધારે જણાવેલ કે હુ મારી સિક્યુરીટીની નોકરી ઉપર કંપનીના ગેટ ઉપર હાજર હતો તે વખતે સવારના પોણા સાતેક વાગ્યે અમારી કંપનીમાં માલ ભરવા અમદાવાદ તરફથી એક કન્ટેનર ટ્રક આવેલ જેના ડ્રાઇવરે તેનું કન્ટેનર ટ્રક અમારી કંપનીના ગેટ સામે રોડની સાઇડમાં ઉભુ રાખી તેનો ડ્રાઇવર નીચે ઉતરી આ મારી પાસે આવેલ અને અમોએ તેને જણાવેલ કે સાત વાગ્યે કંપનીના વર્કરો આવવાનો ટાઇમ હોય જેથી થોડીવાર રહીને તમારુ કન્ટેનર ટ્રક કંપનીમાં અંદર લેવડાવી દઈએ છીએ તેમ કહેતા તેનો ડ્રાઇવર ત્યા નજીકમાં આવેલ હોટલે ચા પાણી કરવા જતો રહેલ અને સાત વાગતા અમારી કંપનીના વર્કરોની ગાડી આવેલ અને હુ સિક્યુરીટી કેબીનમાં વર્કરોના એન્ટ્રી ની નોંધ કરતો હતો તે દરમ્યાન રોડ ઉપર અકસ્માત થયાનો અવાજ આવતા મે કેબીન બહાર આવી રોડ તરફ જોયેલ તો અમારી કંપનીમાં માલ ભરવા આવેલ રોડની સાઇડમા ઉભેલ કન્ટેનર ટ્રક પાછળ એક ઇકો ગાડી ઘુસી જતા અકસ્માત થયેલ હોય જેથી અમો દોડીને ત્યાં જઈ જોયેલ તો તે ઇકો ગાડીમા ચાલક એક જ હોય જે ગાડીમાં ફસાઇ ગયેલ હોય જેથી અમોએ તેને બહાર કાઢેલ અને તેને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થયેલ હોય તેથી ત્યાં સ્થળ ઉપર જ મરણ થઇ ગયેલ અને બગોદરા પોલીસને જાણ કરતા પોલીસ આવતા આ મરણ જનારની લાશ બગોદરા સરકારી દવાખાને મોકલી આપેલ અને મે આ અકસ્માત કરનાર ઇકો ગાડીનો નંબર જોયેલ તો GJ-04-CJ-2993 નો હતો અને આ કન્ટેનર ટ્રક નો નંબર GJ-01-BV-1096 નો હતો અને તેનો ડ્રાઇવર બીકનો માર્યો ક્યાંક જતો રહેલ અને ત્યારબાદ મને જાણવા મળેલ કે આ અકસ્માતમાં મરણ જનાર ઇકો ગાડીનો ચાલક મોહીતભાઇ શશીકાંતભાઇ ગોહીલ ઉ.વ.૩૮ હાલ રહે. ફુલસર ઇન્દીરા આવાસના મકાનમાં ભાડેથી, ભાવનગર, મુળ રહે. જાલમસિંહ ખાંચો, હંસરાજનારણભાઇ ના મકાનમાં, વડવા, ભાવનગ૨નાઓ હતા અને આ બનેલ અકસ્માત બાબતે અમારી કંપનીના એચ.આર. ને વાત કરતા તેઓએ આ અકસ્માત બાબતે ફરીયાદ આપવા જણાવતા હુ ફરીયાદ આપવા આવેલ છુ. બગોદરા પોલિસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર