ભચાઉ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીપર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા ભચાઉ પો.સ્ટે. વિસ્તારમાં જુની મોટી ચીરઇ ગામની સીમમાં કંથડ દાદાના મંદિરનાં વોકરા પાસે આવેલ બાવળની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર રેઇડ કરી નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ – ( ૧ ) લખમણ વેલા કોલી ( ૨ ) માવજી મમુ કોલી રહે. બંને જુથી મોટી ચીરઇ તા. ભચાઉ મુદ્દામાલની વિગત – દેશી દારૂ લિટ૨-૬૦ કિં.રૂ. ૧૨૦૦/- દેશી દારૂ બનાવવાનો ઠંડો તેમજ ગ૨મ આથો કુલ લિટ૨ ૧૪૦૦ કિં.રૂ. ૨૮૦૦/- તથા અન્ય ભઠ્ઠીના સાધનો કિં.રૂ. ૪૦૦/- કુલે કિ.રૂ. ૪૪૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ભચાઉ