કંડલામાં ઘઉંના સપ્લાયની વિનંતી


ભારતથી વિશ્વના ઘણા દેશોમાં યુદ્ધના કારણે ન મળી રહેલા ઘઉંની આપુર્તી ડીપીએ, કંડલાથી એક્સપોર્ટ કરી રહી હતી, ત્યારે અચાનક 13મે ભારત સરકાર દ્વારા તેના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદી દઈને માત્ર દેશો વચ્ચે થયેલી ચર્ચાના સંદર્ભેજ તેના આદાન પ્રદાનને મંજુરી આપી હતી. જે અંતર્ગત ફસાયેલા જહાજોમાંથી સૌથી પહેલુ જહાજ 61,500 ટન ઘઉં સાથે મોકલ્યું હતું. આ પ્રતિબંધ ઘોષીત થયા બાદ કોઇ દેશને મોકલેલા સૌથી વધુ ઘઉં હતા. હવે તે દેશો તરફથી સરકારી રાહે માંગણીઓનો સીલસીલો ચાલુ થયો છે, જેમાં ડઝન જેટલા દેશોની માંગ સતાવાર રીતે સામે આવી હોવાનું જાણવા મળે છે, તેમાંથી કેટલાને મંજુરી મળે છે તે અંગે હાલ કોઇ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બીજી તરફ જાણકાર વર્તુળોએ આ સાથે એક્સપોર્ટનો ઉદેશ્ય કોમર્શીયલ વધુ થઈ રહ્યો હતો, અને દેશોની જમાખોરી પર પણ અંકુશ લાવવા તેમજ ખરેખર જરૂરીયાતમંદ દેશ સુધી સપ્લાય પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પણ આ નિર્ણય લેવાયો હોવાનું તજજ્ઞએ જણાવ્યું હતું.