ગાંધીધામમાં મોબાઈલ ની ચીલઝડપ કરનાર બે શખ્સો ઝડપાયા

ગાંધીધામ બસ સ્ટેશન પાસેથી કિશોરના હાથમાંથી બે બાઈક સવારએ મોબાઈલની ચીલઝડપ કરી હતી. જેને બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે ડિટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી લીધા હતા. ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે નટવરભાઈ બામણીયાએ એવેન્જર પર આવેલા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે ગત 23/05 ના બસ સ્ટેશનના બીજા ગેટ પાસેના સર્વિસ રોડ પર ફરિયાદીના 13 વર્ષીય સાળાની પાછળથી બે બાઈક સવારે મોબાઈલ ઝુંટવી લીધો હતો. પોલીસમાં 5 હજારની કિંમતના મોબાઈલની ચીલઝડપ માટે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ દાખલ થયા બાદ બી ડિવિઝન પોલીસે વિજય જયંતીભાઇ ચૌહાણ (ઉ.વ.20) (રહે. કિડાણા) અને અજય મણીયાર રાજપૂત (ઉ.વ.19) (રહે. કાર્ગો ઝુંપડા) ને 5 હજારના મોબાઇલ અને 50 હજારની એવેન્જર બાઇક સાથે ઝડપી પાડ્યા હતા.