ભચાઉ પો.સ્ટે.વિસ્તા૨ માથી ચોરી/છળકપટથી મેળવેલ ચોખાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી આજ રોજ એમ.એન.રાણા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.નાઓની આગેવાની માં એલ.સી.બી ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે ભચાઉ થી ગાંધીધામ જતા રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર આવેલ ગલીના ડેલામાં રહેતા અનવર ઉર્ફે અનુડો ઈબ્રાહીમ કુંભાર ચોખાની ચોરી કરી કરાવે છે તે આધારે આ જગ્યાએ રેઈડ કરતા નીચે જણાવ્યા મુજબનો ચોખાના જથ્થાનાં બીલ કે આધાર પુરાવા વગ૨ નો જથ્થો મળી આવતા સી.આર.પી.સી.કલમ – ૧૦૨ મુજબ કબ્જે કરી નિચે મુજબના આરોપીને ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ – અનવર ઉર્ફે અનુડો ઇબ્રાહીમ કુંભાર ઉ.વ.૨૭ રહે. બટીયા વિસ્તાર ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) ચોખા કિ.ગ્રા .૩૩૫૦ કિ.રૂ.૫૦,૨૫૦/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ