અંજાર પો.સ્ટે.વિસ્તા૨ માથી ચોરી/છળકપટથી મેળવેલ પામ ઓઈલના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી આજરોજ એમ.એન.રાણા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.નાઓની આગેવાની માં એલ.સી.બી ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે કારગીલ કંપની સામે આવેલ હોટલ ક્રિષ્નાનાં સંચાલક અલગ અલગ ટેન્કરોમાથી ડ્રાઈવર સાથે મળી પામ ઓઇલની ચોરી કરી કરાવે છે તે આધારે સદરહુ હોટલના પાર્કિંગમાં રેઇડ કરતા સિલ્વર કલરની મારૂતી અલ્ટો કારમાથી નિચે મુજબનો બીલ કે આધાર પુરાવા વગ૨નો પામ ઓઇલનો જથ્થો મળી આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી નિચે મુજબના આરોપીને ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. પડાયેલ આરોપીનુ નામ – પંકજભાઇ ઉર્ફે કલ્પેશભાઇ રાઘુભાઇ આહીર ( જરૂ ) ઉ.વ.૨૪ રહે. કીડાણા તા.ગાંધીધામ કબ્જે કરેલ મુદ્દામાલ : (૧) પામ ઓઈલ લિટ૨-૪૩૫ કિ.રૂ.૩૨,૬૨૫/-(૨) અલ્ટો કાર નં. : – GJ – 12 – BR – 7127 કિ.રૂ.૭૫,૦૦૦/- કુલ કિ.રૂ.૧,૦૭,૬૨૫/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ