માનનીય અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાનો ઉતર પ્રદેશ પ્રવાસ..

માનનીય અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યની રાહબરી હેઠળ માંન. મુખ્યદંડકશ્રી પંકજભાઈ દેસાઈ, રા.ક.ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તેમજ અન્ય ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી કિરીટભાઈ પટેલ અને શ્રી રમણભાઈ પટેલ સાથેનું સંસદીય પ્રતિનિધી મંડળ સંસદીય કાર્યરીતિના આદાન-પ્રદાન માટે તા. ૦૯ થી ૧૩મી જૂન ૨૦૧૨ દરમિયાન ઉત્તરપ્રદેશ રાજ્યના અભ્યાસ પ્રયાસે ગયેલ છે. આજેરોજ આ પ્રતિનિધી મંડળે ઉત્તરપ્રદેશ વિધાનસભાની મુલાકાત લીધી અને ઉત્તરપ્રદેશ વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી સતીષ મહાનાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સંસદીય કાર્યરીતિ બાબતમાં વિચાર વિમર્શ કર્યો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીશ્રી આદરણીય યોગી આદિત્યનાથજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને ઉત્તરપ્રદેશ સરકારની વિવિધ યોજનાઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું.