યુવક દ્વારા યુવતીને હેરાન કરતા : યુવકને કાયદાનું ભાન કરાવતી ભુજ ૧૮૧ અભયમ ટીમ


યુવક દ્વારા હેરાન કરતા યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કર્યો હતો .બહેન ની ઉંમર 19 વર્ષ છે. બહેન રાત્રીના સમયમાં કાર્ય સ્થળ પરથી ઘરે જવા માટે પરત થતા હતા. ત્યારે રસ્તામાં બે યુવક દ્વારા હેરાનગતિ થતી હતી. તેથી યુવતીએ મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં જરૂરત કોલ કર્યો. ભુજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને જાણ થતાં. કાઉન્સેલર વૈશાલી બેન ચૌહાણ મહિલા હેડ કોન્સ્ટેબલ સૂર્યા બેન રબારી તથા પાઇલોટ ભાવેશભાઈ ખભૂ ફોન ઉપર જણાવેલ ઘટાના સ્થળ ઉપર તત્કાલ પહોંચ્યા. પીડિતા યુવતીનું કાઉન્સિલીંગ કરતા જણાવ્યું કે તે કપડાની દુકાનમાં કામ કરે છે. ત્યાથી ઘરે જતા સમયએ રસ્તામાં બે યુવક દ્વારા બહેનની પાછળ અવાર-નવાર નીકળેલા. બહેનને મોબાઇલ નંબર આપવાની કોશિશ કરી. યુવકો activa પરથી યુવતીનો પીછો કરતાં હતાં. રાત્રીના સમયમાં યુવતી એકલી હોવાથી 181 માં કોલ કરી મદદ માંગલ 181 ટીમે પીડિત યુવતી સાથે શાંતિ પૂર્ણ રીતે સંપૂર્ણપણે બનાવ વિશે પૂછપરછ કરેલ અને સમસ્યા સંભાળીને યુવતીને હેરાન કરનાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલ. યુવક દ્વાર યુવતી ને આપવામાં આવેલા નંબર પર 181 ટીમે કોલ કરી યુવકને ઘટના સ્થળે બોલાવેલ. યુવકને કાનૂની માહિતી અપી. કાયદાકીય પાઠ ભણાવ્યો. યુવતીની છેડતી કરેલ યુવકે માફી માંગી હતી. ઘટના અંગે યુવકના પિતા ને પણ વાકેફ કરતા યુવક ના વાલીઓએ યુવતીની માફી માંગી હતી. યુવક ફરી આવી હરકત ન કરવાની બાહેંધરી આપી હતી. ત્યારબાદ યુવતી પણ યુવકના માતાપિતાની માફી અને બાહેધરી ને લઈને આગળ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતુ.
