માંડવી તાલુકાના ઢીંઢ તથા દુર્ગાપુર ગામેથી આધાર પુરાવા વગરના ચોખાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી માંડવી પોલીસ


પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ શ્રી સૌરભસિંઘ સાહેબ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુચના આપેલ જે અન્વયે એ.પી. ચૌહાણ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. રબારી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્ન શીલ હતા
ગઈ કાલ તા. 9/6/2022 ના રાત્રીના માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે રબારી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માંડવી ભુજ રોડ પર જૈન આશ્રમ પાસે આવતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ દાનાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે (૧) ઈકબાલ એસમાણ સુમરા ઉં.વ.૪૦ રહે.ઢીંઢ તા. માંડવી કચ્છવાળાને પોતાના ઢીંઢ ગામમાં આવેલ મસ્જિદ ચોકમાં નવા બનેલા શોપિંગ સેન્ટરમાં છેલ્લી દુકાનમાં રાખેલ ચોખાના ફુલ-155 બચકાઓ જેની કુલ કિંમત રૂપિયા ૨,૦૯,૨૫૦/- ગણી કબ્જે કરેલ તેમજ મજુરની પૂછપરછ કરતા સદર ચોખા રમેશનાથ સોમનાથ નાથબાવા રહે.મેરાઉ તાલુકો માંડવી કચ્છવાળાના દુર્ગાપુર ગામમાં આવેલ ફ્લોરમીલની બાજુમાં આવેલ વરંડામાંથી લાવેલાનું જણાવતો હોય જેથી તે જગ્યાએ જઈ તપાસ કરતાં ચોખાના કુલ-98 બાચકાઓ જેની કુલ કિંમત રૂપિયા૧,૩૨,૩૦૦/- ગણી મજકુર બને ઇસમોએ લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ચોખાનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરી રાખેલ હોય જેથી ઉપરોક્ત તમામ મુદામાલ સી.આર.પી.સી કલમ 102 મુજબ કબ્જે કરી અને બંને ઇસમોને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલા ઇસમો –
( ૧ ) ઈકબાલ ઓસમાણ સુમરા ઉં.વ. 40 રહે.ઢીંઢ તા. માંડવી-કચ્છ.
( ૨ ) રમેશનાથ સોમનાથ નાથાબાવા ઉં.વ. 29 રહે.મેરાઉ તા. માંડવી-કચ્છ.
કબ્જે કરેલ મુદ્દામાલ –
( ૧ ) ચોખાના કુલ-155 બાચકાઓમા ફુલ-૬૯૭૫ કિલોગ્રામ ચોખા જેની કુલ કિંમત રૂપિયા૨.૦૯,૨૫૦/-
( ૨ ) એક વીવો કંપનીનો ગ્રે કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000/-
( ૩ ) ચોખાના કુલ-૯૮ બાચકાઓ જેમાં કુલ-૪૪૧૦ કિલો ગ્રામ ચોખાની કુલ કિંમત રૂપિયા૧,૩૨,૩૦૦/-
( ૪ ) એક ઓપો કંપનીનો બ્લુ કલરનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૩,૫૧,૫૫૦/-
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન કે રબારી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ દાનાભાઈ, સંજયકુમાર માનસિંગભાઈ, લીલાભાઈ ખુમાભાઇ, દિલીપસિંહ ભરતસિંહ, ધર્મેન્દ્રસિંહ સોઢા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવકુમાર નાગજીભાઈ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ