જુગારનો ગણાનાપાત્ર કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.પી.ચૌહાણ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તેમજ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. ત્રિવેદીનાઓને બાતમી હકીકત મળેલ કે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી ભુજપુર ગામની ઝાળીમા જુગાર રમાય છે જે બાતમીવાળી જગ્યાએ જઈ વર્કઆઉટ કરી જુગાર અંગેની રેડ કરેલ જે નીચેની વિગતે છે

પકડાયેલ આરોપીઓ –

( 1 ) સિધીક દાઉદ કુંભાર ઉં.વ. 46 ધંધો-કડિયાકામ રહે.મોટી ભુજપુર, તા.મુન્દ્રા

( 2 ) શંકર ગાભાભાઈ વાળંદ ઉં.વ. 45 ધંધો-વાળંદ રહે.મોટી ભુજપુર તા.મુન્દ્રા

( 3 ) ભરત ઈશ્વરલાલ રાજગોર ઉં.વ. 53 ધંધો-કેટરર્સ રહે.મોટી ભુજપુર તા.મુન્દ્રા

( 4 ) મહેન્દ્રસિંહ શીવુભા જાડેજા ઉં.વ. 32 ધંધો-મજૂરી રહે.મોટી ભુજપુર તા.મુન્દ્રા

કબ્જે કરેલ મુદ્દામાલ –

મોટરસાયકલ નંગ-ત્રણ જેની કિં.રૂ.૪૫૦૦૦/- તથા મોબાઇલ નંગ-ચાર જેની કિં.રૂ.૧૨૫૦૦/- તથા ગંજીપાના નંગ-52 કિં.રૂ.૦૦/૦૦ એમ કુલ કિં.રૂ.૭૪,૫૨૦/-ના મુદ્દામાલ સાથે બનાવ સ્થળેથી ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુન્હો રજીસ્ટર કરેલ છે.

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ –

આ જુગાર અંગેની સફર કામગીરીમાં મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી તથા સ્ટાફના એ.એસ.આઇ દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ વી. વાઘેલા, દર્શનભાઈ આર. રાવલ, ગોપાલભાઈ ડી. મહેશ્વરી તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરજી બી. કુડેચા મહેન્દ્રસિંહ કે. સોલંકી વગેરેનાઓ જોડાયેલ હતા.