માધાપરમા એક વિકલાંગ મહિલા ને બ્લેક મેલ કરી તેની સાથે કરાઇ લાખોની ઠગાઈ

માધાપરમા એક વિકલાંગ મહિલા ને બ્લેક મેલ કરી તેની સાથે કરાઇ લાખોની ઠગાઈ આ મહિલા ને છેલ્લા એક વર્ષથી અજાયણા શખ્સો દ્વારા કરતું હતું હેરાન જાણવા મળતી વિગતો મુજબ ૧૧ મહિના પહેલા કોડકી રોડ પર આવેલ એનઆરઆઈ ના બંગલા કામ અર્થે ફરિયાદી મહિલા ગઈ હતી. આ મહિલા માધાપર નવા વાસ,વથાણ ચોકમાં હનુમાનજીના મંદિર પાસે રહે છે. આ મહિલા ને ઘરે આવી  અમુક શખ્સો દ્વારા ધાક ધમકી કરાતી. અને જો તે રૂપિયા ન આપે તો તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવતી.  જાણવા મળતી વિગત મુજબ આ મહિલાને માનસિક રીતે એટલું ટોર્ચર કરતું કે તેમણે અગાઉ પોતાનો જીવ ટુકાવવાનો પ્રયાસ કરેલો કારણે કે વધતાં લેણા ને અને માનસિક રીતે હેરાન ગતિને કારણે  અને  વ્યાજ ખોરોએ તેમનું જીવનું હરામ નાખ્યું હતું. આરોપી હિતેશ ઠક્કર,નયનાબેન સોની તેમજ અજાયણા શખ્સ દ્વારા આ મહિલાને ધાક ધમકી કરાતી. અને આજદિન સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા માટે પરેશાન કરવામાં આવતા હતા. આ પ્રકરણમાં ખરેખરમાં શું રંધાઇ રહ્યું છે. એ એક મોટો સવાલ છે. અને પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન મોટા ખેલૈયાઓના નામ બહાર આવે તેવી શકયતા તેવી લોક મુખે ચર્ચા  આ માટે જુઓ આવતીકાલે અમારી કચ્છ કેર ન્યુઝ નો ખાસ અહેવાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *