ભુજમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં બહાર કચરાના ઢગો જોવા મળ્યા.

આજે અમારી કચ્છ ન્યૂઝ ની ટીમ દ્વારા ભુજ શહેરમાં આવેલ તાલુકા પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે અહી શું શું જોવા મળ્યો તે આપ જોશો તો ખુદ હેરાન થઈ જશો કારણ કે આજે આપણે ભુજ શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીની વાત કરીયે આમ તો સ્વરછ ભારત નામે બહુ મોટી મુહિમ ચલાવામાં આવે છે.
પરંતુ સરકારી કચેરીઓમાં જ સ્વરછતા નો અભાવ જોવા મળી રહ્યો છે. કારણે ગણી વખત આપણે સાંભડિયું હશે કે ઘરમાં જેવુ માહોલ હશે તે પછી સારું કે ખરાબ તો બાળક દ્વારા એ બંને માથી એક નું પોતાના જીવન પાલન કરવામાં આવશે. અહી કઈક દ્રશ્ય એવું જ જોવા મળ્યું છે સ્વરછતા નામે કરોડો ની જાહેરાતો કરવામાં આવે રાજકીય નેતા દ્વારા ઝાડુ હાથમાં લઈ સ્વરછતાના ગુણગાન પણ ખૂબ ગવાય છે. પરંતુ સમય જતાં બધુ પાછું “જેસે થે” તેવુજ થઈ જાય છે. કારણે આ કચેરીમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા તેમજ કચેરીની પાછળના ભાગે દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી અને કચરા પેટીમાં અગત્યના ડૉક્યુમેન્ટ ફેકી દેવામાં આવ્યા હતા જેનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે તે પણ જોવા મળ્યું. હવે સવાલ એ છે કે જો સરકારની સરકારી કચેરીઑ જ વ્યવસ્થિત હાલતમાં નથી મળતી તો ગ્રામજનો તથા શહેરી જનો પાસે થી શું આશા રાખી શકાય તેવી લોક મુખે ચર્ચા.