ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા 9 ઈસમોને 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા
ગાંધીધામ એ-ડીવીઝન પોલીસે ભારતનગરના જય અંબે સોસાયટી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 9 ઈસમોને રૂપિયા 1 લાખ 3 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.
ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, ભારતનગર જય અંબે સોસાયટીના પ્લોટ નં .81ની સામે બહાર ખુલ્લી જગ્યામાં અમુક સખ્શો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યાં છે. જે આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ સખશોને પકડી પાડયા હતા. જેમાં આરોપી વિપુલભાઈ ધીરજભાઈ સથવારા, કિશોરભાઈ પરબતભાઈ સથવારા, આનંદ અંબાવીભાઈ સથવારા, અનિલ ગોવિંદભાઈ સથવારા, પ્રવિણ કાનજીભાઈ સથવારા, શૈલેષભાઈ દામજીભાઈ સથવારા, હસમુખભાઈ અંબાવીભાઈ સથવારા, કિશોર શીવજીભાઈ સથવારા, પુનિત ગોવિંદભાઈ સથવારાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 41,600 તથા પટમાંથી 5220 મળી કુલ રોકડા 46,820 તથા મોબાઈલ ફોન નંગ 5 સહિત કુલ 1 લાખ 3 હજારના મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.