વિંઝાણમાં સામાન્ય બાબતે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ


અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં હત્યાની ઘટના બનતા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ બે યુવકોએ પેટમાં છરીના ઘા મારી યુવાનની હત્યા કરવાનું સામે આવ્યું છે.
આ અંગે સ્થાનિક સૂત્રો દ્વારા માહિતી આપતા જણાવાયુ હતું કે ,ઘટના સાંજે વીંઝાણ ગામના બસ સ્ટેશન પાસે બની હતી. યાકુબ લુહાર નામના 24 વર્ષીય યુવક સાથે ઝગડો કરી ઉશ્કેરાઈને તેની પર છરી જેવા હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
ઘટનાની જાણ થતા કોઠારા પોલીસના પીએસઆઇ વાય.કે.જાડેજાની સાથે સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક માહિતી આપતા જણાવાયુ હતું કે, ગામના જ સનસુદીન ઇશાક હિંગોરા અને સમીર ઓસમાણ હિંગોરા નામના સખ્શો દ્વારા છરી વડે યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક અને આરોપીઓ વચ્ચે બાઇકને મુદ્દે ઝગડો થયો હતો
જે બોલાચાલી બાદ મામલો ઠંડો પડી ગયો હતો અને ફરી સાંજે આ જ મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતા એક યુવકનું મોત હતું. લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે નલિયા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવી હતી તેમજ બંને શખ્સોને રાઉન્ડઅપ પણ કરી લેવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયુ હતું.