કચ્છના માંડવીમાં એક શખ્સ જાહેર રસ્તાની વચ્ચે ઉભો રહી દારૂ પીતો વીડિયો થયો વાઈરલ


માંડવીના આઝાદ ચોક પાસે એક શખ્સે જાહેરમાં દારૂ પીને દારૂબંધીના ધજાગરા ઉડાવી દીધા હતા. દારૂના નશામાં આ ઈસમ ‘હું માંડવીનો કીંગ છું’
એવી હેકડી મારતો નજરે પડ્યો હતો. આ શખ્સનો કોઈ શહેરીજન દ્વારા વિડીયો મોબાઈલમાં કેદ કરી લેવાતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
કચ્છમાં દારૂબંધીની અમલવારી કાજે પોલીસ વિભાગ હાલ દારૂની ભઠ્ઠીઓ ઉપર વ્યાપકપણે દરોડા પાડી રહી છે. માંડવીના આઝાદ ચોકમાં એક ઇસમ દારૂ પીને લથડીયા ખાતો નજરે આવતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. અને લાંબા સમય સુધી દારૂની પોટલીઓ હવામાં લહેરાવતો જોવા મળ્યો હતો. જ્યારે કોઈ નાગરિક દ્વારા તેનું વીડિયો બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે તેને હું કોઈથી ડરતો નથી, ‘હું માંડવીનો કિંગ છું’ એવી હેકડી મારી હતી. આ વેળાએ પસાર થતા રાહદારીઓ પણ આ નસેડીને જોઈ વાચારહીત બન્યા હતા. આ ઘટનાથી શહેરના જાગૃત નાગરિકોએ સંદેહ વ્યક્ત કરતા કહ્યું હતું કે વર્તમાન સમયમાં માંડવીમાં જે દારૂ બંધી જોવા મળી રહી છે અને જે પ્રમાણે દેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું છે તેના કારણે ભવિષ્યમાં અહીં પણ લઠ્ઠાકાંડ સર્જાય તો કોઈ નવાઈ નહિ.