બાઈક સવાર બદમાશો ફ્લિપકાર્ટ કંપનીની ડિલીવરી એજન્સીમાં 19 લાખની લૂંટ કરી

ફતેહપુરમાં ડીએમ આવાસ પાસે રાત્રે 3 બદમાશોએ ફ્લિપકાર્ટ કંપનીની ડિલીવરી એજન્સી પર ગન પોઈન્ટ પર 18.81 લાખની લૂંટ કરી હતી. લૂંટ કરતા બદમાશો સીસીટીવી કેમેરામાં કેદ થયા. આ ઘટનાથી શહેરમાં સનસની મચી જવા પામી છે. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરાઈ છે. એજન્સીમાં રાત્રે લગભગ 10:00 વાગ્યે કંપનીમાં ડીએમ આવાસ તરફથી બાઈક પર મોઢું ઢાંકી આવેલા 3 સખ્શો સીધા એજન્સીમાં ઘુસ્યાં હતા. એક સખ્શ ગેટ પર બંદૂક લઈને ઉભો હતો અને બે સખ્શે કામ કરતા કર્મચારીઓને હથિયાર દેખાડીને ધમકાવ્યો. ત્યારે રોકડની ગણતરી કરતા કેશિયર વિકાસ રહેવાસી કોરાઈ પાસેથી એક શખ્સે રોકડ ભરેલો થેલો ખેંચી લીધો હતો. રોકડ લીધા બાદ ત્યાંથી નાસી ગયા

કેશિયર વિકાસ દ્વારા  જણાવાયુ હતું કે, તે બે દિવસથી રજા પર હતો,  તે સાંજના સમયે આવ્યો હતો. ઘટના બાદ તરત જ  તેમણે ઝાંસી નિવાસી પોતાના મેનેજર પ્રભાતને સૂચના આપતા પોલીસને ઘટનાની જાણ કરાઇ હતી.

બાઈક સવાર સખ્શો લગભગ 20 મિનિટમાં ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતા અને પાડોસીઓને આ ઘટનાની ભનક પણ લાગવા નહતી દીધી. પોલીસ ત્યાં પહોંચી ત્યારપછી લોકોને લૂંટની જાણ થઈ. આ ઘટના દરમિયાન બાજુની દુકાનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા લોકોએ બાઈક સવાર 3 લોકોને ત્યાંથી જતા પણ જોયા હતા પરંતુ ઘટનાની જાણ પોલીસ આવ્યા પછી થઈ હતી.

આ ઘટનામાં એજન્સીના કેટલાક કર્મચારીની સંડોવણી હોવાના સંદેહ  સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે, મોડી રાત્રે સિક્યોરિટીનો દરવાજો ખોલ્યા વિના લાખોની ગણતરી કરી આ સખશોને જોરજબરદસ્તી વિના રોકડ આપી દેવી ચાર દિવસની ડિપોઝીટની રોકડ કાઢી બહાર કોથળામાં રાખવા સહિત અનેક મુદ્દાઓ એક કર્મચારીની સંડોવણી હોવાની તરફ ઈસારો કરે છે.

પોલીસ દ્વારા ઘટના સમયે હાજર રહેલાચારેય કર્મચારીઓની પૂછપરછ કરી, સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. એક દિવસ અગાઉ કેસ જોઈ રહેલા રાહુલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ એજન્સીની ડીવીઆરને કબ્જામાં લઈ આસપાસના સીસીટીવી ફોટોસ તપાસ કરવામાં આવી છે. એસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, કેસ દાખલ કરવામાં આવ્યો છે. એજન્સીના કોઈ કર્મચારીની સંડોવણી હોવાનો ઇનકાર કરી સકાશે નહીં